surah.translation_1

الترجمة الغوجراتية

surah.translation.
من تأليف: رابيلا العُمري .

૧) પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર.
૨) જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો.
૩) અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો.
૪) અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી.
૫) પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો.
૬) અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો.
૭) સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે.
૮) અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું.
૯) તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય.
૧૦) ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે.
૧૧) (હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે.
૧૨) જે મોટી આગમાં જશે.
૧૩) ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે.)
૧૪) ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો.
૧૫) અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો.
૧૬) પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો.
૧૭) અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે.
૧૮) આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે.
૧૯) (એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના ગ્રંથોમાં.